હાફિઝની ધરપકડ મુદ્દે 'ઢોંગી' પાકિસ્તાનને અમેરિકાએ બરાબર માર્યો ચાબખો

મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદની ધરપકડને લઈને અમેરિકાને પાકિસ્તાનના ઈરાદા ઉપર જરાય વિશ્વાસ નથી. ટ્રમ્પ પ્રશાસનનું સ્પષ્ટ કહેવું છે કે અગાઉ પણ અનેકવાર હાફિઝને જેલમાં નખાયો છે પરંતુ તેનાથી કશો ફરક પડ્યો નથી.

હાફિઝની ધરપકડ મુદ્દે 'ઢોંગી' પાકિસ્તાનને અમેરિકાએ બરાબર માર્યો ચાબખો

વોશિંગ્ટન: મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદની ધરપકડને લઈને અમેરિકાને પાકિસ્તાનના ઈરાદા ઉપર જરાય વિશ્વાસ નથી. ટ્રમ્પ પ્રશાસનનું સ્પષ્ટ કહેવું છે કે અગાઉ પણ અનેકવાર હાફિઝને જેલમાં નખાયો છે પરંતુ તેનાથી કશો ફરક પડ્યો નથી. ન તો તેના ઉપર કે તેના આતંકી સંગઠન લશ્કર એ તૈયબાની ગતિવિધિઓ પર લગામ લાગી. ટ્રમ્પ પ્રશાસને આ વાત એવા સમયે કરી છે કે જ્યારે યુએનએ જેને પ્રતિબંધિત જાહેર કર્યો છે તે હાફિઝની બુધવારે પાકિસ્તાને ધરપકડનું નાટક કર્યું. 

ડિસેમ્બર 2001માં ભારતીય સંસદ પર આતંકી હુમલા બાદ આ સાતમી વાર એવું બન્યું છે કે આતંકી હાફિઝ જેલના સળિયા  પાછળ ધકેલાયો છે. જેના પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની સરકારને ક્રેડિટ આપતા કહ્યું હતું કે 10 વર્ષના સર્ચ બાદ આખરે મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડને પાકિસ્તાનમાં ધરપકડ કરાયો છે. તેમણે કહ્યું હતું કે છેલ્લા 2 વર્ષમાં તેને પકડવા માટે ખુબ દબાણ કરાયું હતું. 

જો કે 'હાફિઝ જ્ઞાન' પર ટ્રમ્પ પોતાના જ ઘરમાં ઘેરાઈ ગયા હતાં. હાઉશ ફોરન એફર્સ કમિટીએ ટ્રમ્પની ટ્વીટને રિટ્વીટ કરતા લખ્યું હતું કે તમારી જાણકારી માટ, પાકિસ્તાન તેને 10 વર્ષથી શોધતું નહતું. તે આઝાદ હતો અને ડિસેમ્બર 2001, 2002, ઓગસ્ટ 2006, ડિસેમ્બર 2008, સપ્ટેમ્બર 2009, અને જાન્યુઆરી 2017માં ધરપકડ  કરાયો અને છૂટી પણ ગયો. છેલ્લે લખ્યું છે કે 'તેને દોષિત ઠેરવવામાં આવે  ત્યાં સુધી રાહ જુઓ'.

જુઓ LIVE TV

નક્કર કાર્યવાહી ઈચ્છે છે અમેરિકા
ટ્રમ્પ પ્રશાસનના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે અમે પહેલા પણ આ પ્રકારની કાર્યવાહી જોઈએ છે. આવામાં અમે આ વખતે પણ માત્ર દેખાડો નહીં પરંતુ નક્કર કાર્યવાહી ઈચ્છીએ છીએ. અત્રે જણાવવાનું કે આગામી અઠવાડિયે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન અમેરિકા જઈ રહ્યાં છે. કહેવાય છે કે આતંકવાદ પર ઘેરાયા બાદ પાકિસ્તાનના પીએમએ દુનિયાને બતાવવા માટે આ પ્રકારનું પગલું લીધુ છે. 

અમેરિકાએ કહ્યું-આતંકીઓને સેના કરે છે સપોર્ટ
પાકિસ્તાન દ્વારા આતંકી સંગઠન વિરુદ્ધ ઉઠાવવામાં આવેલા પગલાં અંગે પૂછવામાં આવતા અધિકારીએ કહ્યું કે 'અમે ખાતરીપૂર્વક કહીએ છીએ કે અમારી નજર તેના પર છે. અમને એ વાત અંગે કોઈ ભ્રમ નથી કે પાકિસ્તાનની સૈન્ય ગુપ્ત સેવા આ સંગઠનને કેટલો સપોર્ટ કરે છે. આવામાં અમે નક્કર કાર્યવાહી જોવા માંગીએ છીએ.'

નામ ન જાહેર કરવાની શરતે અધિકારીએ કહ્યું કે મેં જોયું છે કે પાકિસ્તાનના કેટલાક આતંકી સમૂહોની સંપત્તિઓને જપ્ત કરવા જેવા પ્રાથમિક પગલાં લેવાયા છે. તેમણે હાફિઝ સઈદને નજરકેદ પણ કર્યો. અધિકારીએ એમ પણ કહ્યું કે પરંતુ આ સાતમી વાર છે કે જ્યારે હાફિઝને 2001થી લઈને અત્યાર સુધીમાં ધરપકડ કરાયો. આ જ કારણે અમારી સચ્ચાઈ પર નજર છે કારણ કે પહેલા પણ ધરપકડ થયા બાદ તેને છોડી દેવાતો હતો. 

અમેરિકી સરકારના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે પહેલા હાફિઝ સઈદની ધરપકડથી કશું વળ્યું નથી અને લશ્કરની આતંકી ગતિવિધિઓ સતત ચાલુ રહી આથી અમે હાલાતની નિગરાણી કરી રહ્યાં છીએ. તેમણે વધુમાં કહ્યું કે પાકિસ્તાનથી ચાલતા જૈશ એ મોહમ્મદ, લશ્કર એ તૈયબા અને હક્કાની નેટવર્ક જેવા આતંકી સંગઠનોને લઈને અમેરિકા ચિંતિત છે. તેમની સેના સાથેની લિંકને લઈને પણ અમેરિકા ચિંતિત છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news